નવી દિલ્હી: ચીનની સાથે સમગ્ર દુનિયા માટે કોરોના વાઈરસ મોટુ જોખમ બની રહ્યો છે. પરંતુ ચીન હજુ પણ આ ભયંકર રોગચાળાને છૂપાવવાની કોશિશ કરી રહ્યું છે. ચીનના વુહાન અને ચોંગક્વિંગ શહેરોની કેટલીક સેટેલાઈટ ઈમેજ સામે આવતા હાહાકાર મચ્યો છે. કારણ કે આ બંને વિસ્તારોની ઉપર મોટા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઈડ ગેસ જોવા મળી રહ્યો છે. વુહાનના વાયુમંડળમાં સલ્ફર ડાયોક્સાઈડનું સ્તર 1700 યુજી/ઘન મીટર છે. જે સામાન્ય કરતા 21 ગણું છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આટલા ભારે પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઈડ ગેસ ત્યારે જ નીકળે જ્યારે લાશો બાળવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 હજારથી જેટલી લાશો બાળવાનો શક
આ બંને શહેરોની ઉપર ફેલાયેલા સલ્ફર ડાયોક્સાઈડનું પ્રમાણ જોઈને ઈન્ટેલવેબ નામની સંસ્થાએ અનુમાન વ્યક્ત કર્યું છે કે આ વિસ્તારોમાં ઓછામાં ઓછા 14000 જેટલા મૃતદેહો બાળવામાં આવ્યાં છે. ચીનના સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થઈ રહ્યું છે કે વુહાનના બહારના વિસ્તારોમાં લોકોના મૃતદેહો બાળવામાં આવી રહ્યાં છે. સલ્ફર ડાયોક્સાઈડ વુહાન અને ચોંગક્વિંગ શહેરોની ઉપર ફેલાયેલો છે. આ બંને શહેરો કોરોના વાઈરસની લપેટમાં આવેલા છે. તેમનું અંતર 900 કિમી છે. 


Corona Virusને લઈને થયો હચમચાવી નાખે તેવો ખુલાસો, સમગ્ર દુનિયા પર મસમોટુ જોખમ 


ચીનના કહેવા મુજબ માત્ર 1113 લોકોના મોત
સેટેલાઈટ ઈમેજોને જોઈને એવું લાગે છે કે ચીનની સરકાર મૃતકોની સંખ્યા છૂપાવવા માટે મોટી સંખ્યામાં લાશો બાળી રહી છે. કારણ કે ચીને હજુ સુધી 1113 લોકોના મોત થયા હોવાની વાત જ સ્વીકારી છે. 


આગામી થોડા સપ્તાહમાં માત્ર વુહાનમાં કોરોના વાયરસથી ચેપી લોકોની સંખ્યા પહોંચી શકે છે 5 લાખ


તાઈવાનના અખબારે 24000 જેટલા લોકોના મોતની આશંકા વ્યક્ત કરી હતી
તાઈવાનના એક ન્યૂઝ પેપર તાઈવાન ન્યૂઝમાં ચાર દિવસ પહેલા રિપોર્ટ છપાયો હતો કે ચીનમાં કોરોના વાઈરસથી દોઢ લાખ લોકો પ્રભાવિત થઈ ચૂક્યા છે અને 24000થી વધુ મોત થયા છે. આ અખબારે આ રિપોર્ટ ચીનની બીજી સૌથી મોટી કંપની ટેનસેન્ટના હવાલે છાપ્યો હતો. ટેનસેન્ટે પહેલા તો ડેટા રિલીઝ કરી દીધો પરંતુ ત્યારબાદ હટાવી લીધો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો તાઈવાનના એક ન્યૂઝ પેપર તાઈવાન ન્યૂઝમાં અહેવાલ છપાઈ ગયો હતો. ત્યારબાદ દુનિયાએ ચીનમાં કોરોના વાઈરસની ગંભીરતાને સમજી હતીં. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube